મન પર પડતી ઘેરી અસરોનું, જીવન એ તો એનું દર્પણ છે
વિકસ્યો છે છોડ કેવો જીવનમાં, ફૂલ એ તો એનું દર્પણ છે
જીવ્યો છે જીવન એ તો કેવું, સંસ્કાર એના એ તો એનું દર્પણ છે
રહેણીકરણી ને ઠાઠમાઠ, સંપત્તિનું એ તો જીવનમાં દર્પણ છે
કાવ્યમાં તો છુપાયેલા ભાવો, એ તો કવિતાનું તો દર્પણ છે
પ્રકટયો વ્યવહારમાં જ્યાં વિવેક, સદ્ગુણોનું એ તો દર્પણ છે
ઊછળ્યો વારેઘડીએ ક્રોધ જીવનમાં, નિરાશાઓનું એ દર્પણ છે
દગાખોરી એ તો જીવનમાં, અતિ લાલચનું તો એ દર્પણ છે
અતિ બીમારીઓ જીવનમાં એ, અતિ વાસનાનું દર્પણ છે
સરળતા ને નિરહંકારીપણું જીવનમાં, પ્રભુનું એ દર્પણ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)