હમદર્દ બનીને જ્યાં આવ્યા છો, દર્દી બનીને ના જાતા
પ્રેમકટોરા જ્યાં લાવ્યા છો, પીવરાવ્યા વિના તમે ના જાતા
સહારો બનીને જ્યાં તમે આવ્યા છો, વેરી બનીને ના જાતા
હમદર્દી જાગી છે જ્યાં દિલમાં, સોદાગર બનીને ના જાતા
હમદર્દી બનીને રહેજો સદાય, સંબંધમાં ઝેર ઓકીને ના જાતા
હમદર્દી બનીને જ્યાં આવ્યા છો, તોફાન ઊભું કરાવી ના જાતા
દુઃખદર્દની દવા જ્યાં લાવ્યા છો, પીવરાવ્યા વિના ના જાતા
ધૂપસળી બનીને જ્યાં આવ્યા છો, ફોરમ ફેલાવ્યા વિના ના જાતા
ભાગ્ય બનીને જો આવ્યા છો, સંકેત દીધા વિના ના જાતા
સાથી બનીને જ્યાં આવ્યા છો, અવરોધ ઊભો કરીને ના જાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)