અવગણના કરી, કરી જ્યાં અવગણના ઘણી, ઘણી ભારે એ પડી
કરી અવગણના પ્રભુની, મુસીબતમાં ના સાંકળ એ તો બની શકી
કરી અવગણના મિત્રોની જીવનમાં, એકલતા ભેટમાં એમાં તો મળી
કરી અવગણના પ્રેમની જ્યાં, પ્રેમની હૂંફ એમાં તો ત્યાં ગુમાવી
કરી અવગણના જ્યાં સુખની, રાહ એમાં એની તો ના મળી
કરી અવગણના જીવનમાં, સમજદારીની, તકલીફોની એમાં લંગાર મળી
કરી અવગણના સત્યની જીવનમાં, સાચી શાંતિ એમાં ત્યાં ના મળી
કરી અવગણના સદ્ગુણોની જ્યાં, સાચી સમજ ત્યાં એમાં ના મળી
કરી અવગણના દૃષ્ટિની જીવનમાં જ્યાં, શક્તિ જોવાની એમાં ગુમાવી
કરી અવગણના જ્યાં સંબંધોની, સાથ વિનાની સ્થિતિ સરજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)