જનારા તો ગયા, જોનારા તો જોતા રહ્યા, ના એને રોકી શક્યા
ના કોઈને કહી શક્યા, ના કોઈ જાણી શક્યા, હતા પાસે દૂર થઈ ગયા
હતા શ્વાસેશ્વાસનાં લેખાં, કરી પૂરા, વિદાય એ તો લઈ ગયા
કંઈક પ્રેમના તાંતણા હતા બંધાયા, ના એને એ તો રોકી શક્યા
કહ્યું સહુએ ઋણાનુબંધે મળ્યા, થાતા પૂરા છૂટા એ તો પડયા
કંઈક આશાઓ બાંધી ને બંધાઈ, તાંતણા એના એ તો અધૂરા રહ્યા
હટાવી કર્મોએ પ્રવૃત્તિ ના પ્રવૃત્તિમાંથી, જીવનમાં નિવૃત્તિ લઈ શક્યા
છે આજની તો છે કહાની માનવની, નામે જુદા જુદા એ લખાણી
જાણી ના શકાયું આવ્યા એ ક્યાંથી, ક્યાં જઈ એ તો પહોંચ્યા
જનમમરણના છે ઇતિહાસ સરખા, જીવન નોખ નોખી રીતે જીવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)