કોનાં રે પગલાં પૂજવાં, જીવનમાં કોનાં રે પગલાં પૂજવાં
પગલે પગલે વેર્યા કંકુ લક્ષ્મીના, જીવનમાં એનાં રે પગલાં પૂજવાં
પગલે પગલે વહી તો જેના શક્તિની ધારા, એનાં પગલાં પૂજવાં
પગલે પગલે તો જેના સત પ્રગટયાં, એવી સતીનાં પગલાં પૂજવાં
પગલે પગલે જેના રચાઈ શૌર્યની કથા, એવા શૂરાનાં પગલાં પૂજવાં
પગલે પગલે ફૂટે જેના સદ્ગુણોના ફુવારા, એવા સંતનાં પગલાં પૂજવાં
પગલે પગલે વહે જેના નિર્મળતાનાં નીર, એવા ભક્તનાં પગલાં પૂજવાં
પગલે પગલે વહે જેના શાંતિનાં તેજ પ્રગટયાં, એવા કર્મયોગીનાં પગલાં પૂજવાં
પગલે પગલે અનેકોનાં પાપો જેણે ધોયાં, એવાનાં પગલાં જીવનમાં પૂજવાં
પગલે પગલે રાહ જોઈ જેની પ્રભુએ, એવા સંતનાં પગલાં પૂજવાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)