જે ધરાને મળ્યા ના પ્રેમના રે છાંટા, એ ધરા વેરાન બની ગઈ
જે પ્રવાહને રાખ્યા ના કાબૂમાં, એ પ્રવાહ વિનાશ ફેલાવી ગઈ
અંબર ને ધરતી મળ્યા ના કદી, ક્ષિતિજે મિલનનો આભાસ ઊભો કરી ગઈ
સુખનાં સપનાં હકીકત ના બની, દુઃખનાં દ્વાર એ તો ખોલી ગઈ
બદલાઈ યુગે યુગે કર્તવ્યની કેડી, અછત એવાની ઊભી એમાં થાતી ગઈ
માનવોના વિચારોના વધ્યા વિસ્તાર, વિસ્તાર ભાવોના વધારતી ગઈ
પથરાયા કનકના તેજ જ્યાં હૈયે, અધ્યાત્મના તેજને ઝાંખી પાડતી ગઈ
નિર્મળતા સંબંધ વિકસાવી રહી, કૂડકપટ દ્વાર એનાં બંધ કરતી ગઈ
મનની સ્થિરતા વિના સમજ સ્થિર ના રહી, દુર્ભાગ્યની ચાવી એમાં છુપાઈ ગઈ
સમજે સમજે સમજ ના આવી, પ્રભુની સમજમાં બધી સમજ છુપાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)