આફત તો છે પ્રભુ કરામત તારી, જાય છે અપાવી ભુલાયેલી યાદો તારી
આવશે ક્યારે એ કઈ દિશામાંથી, નથી આવતી દઈને એ તો એંધાણી
પ્રભુની તાકાત સામે છે લાચાર માનવી, દે છે હકીકત એને એ સમજાવી
સ્વીકાર્યું શરણું એમાં જેણે પ્રભુનું, તાકાત આફતની એના પર ના ચાલી
હોય છે કર્મોથી દુઃખી એ તો જીવનમાં, દે છે વધુ ને વધુ દુઃખી બનાવી
દે છે બેબાકળા કદી એવા એને બનાવી, દે છે દિશાનું ભાન બધું ભુલાવી
ચાલ્યું ના એની સામે જ્યાં જેનું, ગણી લીધી એને એણે કર્મોની સતામણી
આશીર્વાદ પ્રભુના ગણીને જે ચાલ્યા, કરી ના શકી એની તો એ સતામણી
આફત છે કરામત પ્રભુની એવી, મેળવી લે ફાયદો, સાનમાં જાય જે સમજી
સમજાઈ જાય આદેશ આફતોમાં, જાય જીવનને એમાં એ તો બદલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)