હકીકતના તો પૂજારી બનજો, ના સપનાના મહેલમાં વાસ કરજો
પ્રેમના તો પૂજારી બનજો, ના વેરના તો રોગી બનજો
પૂરુષાર્થના તો પૂજારી બનજો, ના આળસને હૈયામાં વસવા દેજો
સત્સંગના તો પૂજારી બનજો, ના કુસંગ પાછળ જીવનમાં દોડજો
સદ્ભાવનાના તો પૂજારી બનજો, ના કુભાવોમાં જીવનમાં ડૂબ્યા રહેજો
સત્યના તો આગ્રહી રહેજો, ના અસત્ય પાછળ જીવનમાં દોડજો
ના કર્મોથી મુખ ફેરવી લેજો, સમજીને જીવનમાં કર્મો તો કરજો
સદા આનંદમાં જીવનમાં રહેજો, ના ઉદ્વેગમાં જીવનમાં ડૂબી જાજો
હસતા હસતા જીવન વિતાવજો, ના રડતા રડતા શ્વાસ લેજો
ભક્તિરસનું પાન જીવનમાં કરજો, ના માયાના ઝાંઝવા પાછળ દોડજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)