આંધી આવશે ને જાગશે જીવનમાં, એમાં જો ડરી જાશે
જગમાં જીવન એવું તો કેમ જિવાશે (2)
રાખી જેના આધારે ચાલ્યો જીવનમાં, અધવચ્ચે જો છૂટી જાશે
નકરા સ્વાર્થમાં ડૂબ્યા જે રહેશે, એકલવાયા એમાં એ પડી જાશે
ડગલે પગલે પડે જીવવું કોઈની મહેરબાનીથી, જીવન કેમ એ ચાલશે
ડગલે પગલે અહં ટકરાશે, ના કાબૂમાં તો એને જો રખાશે
રસ્તા વચ્ચે હતા રખડતા, પહોંચ્યા મહેરબાનીથી મહેલમાં એ ભુલાશે
કરી કરી મહેનતો ઘણી જીવનમાં, જો બધી એ વ્યર્થ જાશે
રડતા આવ્યા જગમાં, રડવાનું જીવનમાં જો ચાલુ ને ચાલુ રાખશે
શીખીને ભલે ના આવ્યા, જગમાં તૈયારી શીખવાની જો ના રાખશે
ધાર્યું હશે કંઈક ને કંઈક થાશે, ધાર્યું જીવનમાં બધું ના થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)