શબ્દો સાથે સંબંધ જોડાયા, હૈયાંમાં ભાવો એવા તો જાગ્યા
કરી તાકાત જીવનમાં ઊભી, સબૂત એના એ તો દઈ જાય
વ્યગ્ર મનની વ્યાકુળતાને, કદી વધારો એમાં તો કરી જાય
શબ્દો સાથે ભાવ ભળે જ્યાં, ધાર્યું ત્યારે એ કરાવી જાય
મળી દિશાને તીક્ષ્ણતા ભાવોની, હૈયાંમાં એ વીંધી જાય
શબ્દોમાં કદી એવા ભાવો ભળતાં, ચકમક એમાં ત્યાં જાગી જાય
પ્રાર્થનાના શબ્દો, ભળે જ્યાં એવા ભાવો, ભગવાન એમાં હલી જાય
સુકોમળ હૈયું કરશે ના સહન, શબ્દોના તીરો, એમાં વીંધાઈ જાય
યુદ્ધવીરો સહી શકશે ઘા તીરોના, શબ્દોના ધામાં અકળાઈ જાય
ઘા જીવનમાં મલમપટ્ટીથી રૂઝાય, ઘા શબ્દોના રૂઝાતા સમય વીતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)