છું પામર જીવ તારા જગનો, છે તું તો મારા જીવનની સ્વામિની
છું જગમાં હું તો દૃશ્ય તારું, છે તું તો દૃશ્ય જીવનની મારી
છું જગમાં કર્મનું એક અંગ તારું, છે તું તો એમાં પ્રજ્વલિત શક્તિ તારી
છું હું એક લોખંડની કણી જગમાં તારી, છે તું તો પારસમણિ મારી
છું હું એક અપંગ અભ્યાસી બાળ, છે તું પરમ નિશાન તો મારી
છું હું કંકર ચરણ રજ તો તારી, છે તું તો સકળ સાધના મારી
છું હું જીવનજંગનો સૈનિક તો તારો, છે તું તો જીવનની મંઝિલ મારી
છું કર્મોથી લપેટાયેલો એક જીવ તારો, છે તું તો મુક્તિ દાતા મારી
છું અનેક બિંદુઓમાનું એક બિંદુ તારું, છે તું તો અનંત સાગર મારી
છું તારા તેજે પ્રકાશનો એક દીવડો તારો, છે તું તો એ દીવડાનું તેજ મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)