જનમથી તો કોઈ કોઈના શત્રુ નથી, કોઈ કોઈના મિત્ર નથી
સમય વીતતા, જગમાં કોઈ બન્યા શત્રુ તો કોઈ મિત્ર બન્યા
રહ્યાં બદલાતા સ્વાર્થ જીવનમાં, જીવનમાં શત્રુ ને મિત્ર બદલાયા
કંઈકની દાનત પરખાઈ તો જીવનમાં, કંઈકના દાવા જીવનમાં ના પરખાયા
સ્વાર્થની આસપાસ તો જગમાં, શત્રુ ને મિત્રના તો વર્તુળો રચાયા
નાના મોટા વર્તુળો તો જીવનમાં, જગમાં રહ્યાં બદલાતા ને થાતા
નાના કે મોટાનો ભેદ, શત્રુ કે મિત્રમાં તો પાડી શકાતા નથી
નાનો હોય કે હોય મોટો, શત્રુ એ તો શત્રુ રહ્યાં વિના રહેવાનો નથી
પ્રસંગે પ્રસંગે શત્રુ પણ મિત્ર બને, મિત્ર પણ શત્રુ બન્યા વિના રહ્યાં નથી
ના કોઈ કાયમ શત્રુ રહ્યાં ના કોઈ કાયમ મિત્ર તો રહેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)