જગ ભલે ના એ જાણે, ભલે હુ મારા અંતરને ના જાણું
પણ માડી મારી, મારા અંતરને તો તું ખૂબ જાણે છે
જગ જાણે કે ના જાણે, પણ તું તો એ તો જાણે છે
મારા અંતરના ઊંડે ખૂણે રે માડી તને હું તો કેટલું ચાહું છું
જગને ભલે હું ઠગી શકું, જીવનમાં મારી જાતને પણ હું ઠગી શકું
તોયે જગમાં રે માડી, તને જીવનમાં તો, ના હું તો ઠગી શકું
મનમાં ઊઠતા વિચારો, જગ ભલે ના એ તો જાણે, ભલે ના હું એ જાણું
મનમાં ઊઠે ના ઊઠે જ્યાં કોઈ વિચારો, તું તો એ જાણી લે
હૈયાંમાં ઊઠતા ભાવો, ભલે જગ કે હું તો એ ના જાણું
હૈયાંના હરેક ભાવોના તરંગો રે માડી, તું એ તો જાણી લે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)