ઉપકારી, ઉપકારી પ્રભુ મારા, લેજો આ અરજી તો સ્વીકારી
જાજો ના ભૂલી એ પ્રભુને, બનાવી તમારો લેજો એને અપનાવી
મારી રગેરગમાં, આ જગમાં, ગયા છે એ એવા તો સમાઈ
દેજો હૈયાંના સંસારને ભૂલી, દેજો હૈયાંની સ્થિતિ એવી બનાવી
તૂટયા કંઈક સપનાઓ જીવનમાં, દેજો ના આ સપનું મારું તોડી
દીધું માયાએ જીવનમાં કંઈક લૂંટી, જોજે શાંતિ હૈયાંની જાય ના લૂંટી
રહ્યો નથી કોઈ રંજ હૈયાંમાં, તારા દર્શનનો રંજ જાય ના રહી
શ્વાસેશ્વાસે છે ઉપકાર તમારા, ક્યાંથી શકું એને તો ભૂલી
રહેતો રહ્યો છે જીવનમાં તો સદા, જ્યાં ઇચ્છાઓમાં ડૂબી
આધાર વિનાનો છે આધાર તું, રહેજે મારો આધાર બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)