જાશે ને જાશે જગમાંથી તું, રહી જાશે તારા સંભારણાં
પ્રેમભર્યા કે છોડવા કેવા, છે એ તો હાથમાં તો તારા
થાક્યા પાક્યા પણ થઈ, જગમાં પૂરી તો એ જીવનયાત્રા
દીનદુઃખિયાનો બન્યો ના બેલી, છોડી ના જાજે આવા સંભારણા
જાવું પડશે તો જરૂર, નથી કાંઈ એને તો રોકી શકવાના
છોડી છોડી જાશે જ્યારે આ જગ, છોડી જાજે પ્રેમભર્યા સંભારણાં
દુઃખદર્દમાં તો જગમાં, દીધા દિલથી કેટલાને તેં દિલાસા
જરૂરિયાતમંદોની જરૂરિયાત, કરી પૂરી કેટલી, બન્યો કેટલાનો વિસામો
પાપ પંથનો છોડીને રસ્તો પકડી છે શું પુણ્યની રાહ જીવનમાં
છોડી જાશે હરેક પળ જગમાં, એનાં એવા તો સંભારણાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)