જગાડી જગાડી આતમાને અમારા, પ્રભુ ના તમે સૂઈ જાવો
હતા સૂતા અમે તો મોહનિંદ્રામાં, જગાડી એમાંથી અમને
જગાડી અમને, અમારા કર્તવ્યમાં, પ્રભુ ના તમે સૂઈ જાવો
ઘેરાયેલા છીએ અમે અંધારાથી, દઈને પ્રકાશ એમાં તમારા
દઈ પ્રકાશ પાથરી અજવાળા, પ્રભુ ના તમે સૂઈ જાવો
શંકાના સૂરો રહ્યાં છે ઊઠતા, હૈયાંમાં તો અમારા
એવા બેસૂરા સૂરોને કરી ધ્ાર, પ્રભુ ના તમે સૂઈ જાવો
દિલમાં દર્દ જગાવી, દૂર રહ્યાં તમે, દૂર ના તમે જાવો
દઈ એ દર્દની તો દવા, દઈ દવા પ્રભુ ના તમે સૂઈ જાવો
પ્રેમની બંસરી વગાડી હૈયાંમાં, ના હવે તમે પ્રભુ ભાગી જાવો
લીલા પ્રેમની કરવાને પૂરી, પ્રભુ, ના હવે તમે સૂઈ જાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)