કુદરતની કમાલોની કમાલ તમે જગમાં તો જુવો
પણછ ચડાવ્યા વિના તો એ કંઈકને તો વીંધે છે
નયનોના કમાનમાંથી છૂટેલા બાણ, ઘવાયેલાઓની યાદી મોટી છે
ઘવાયું તો જે એમાં, એની તો એજ દવા બને છે
હોઠોના કમાનમાંથી છૂટે છે બાણો તો શબ્દોના
પત્થર દિલ ઈન્સાનના પણ હૈયાં એ તો વીંધે છે
લગ્નમંડપની કમાન નીચે, બે હૈયાં તો મળે છે
જીવનમાં કર્મોના તીરો એમને તો વીંધે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)