તોડી ના નાખજે ડાળ પ્રભુની તું તારા જીવનમાંથી
જેના આધારે જગ રહ્યું છે ટકી, રહ્યું છે જીવન તારું ટકી
એના જેવો આધાર જગમાં, શોધી શકીશ બીજો ક્યાંથી
સંકળાઈ છે ડાળ જીવનની પ્રભુ સાથે, ના દેતો એને તોડી
જાશે જીવનમાં ડાળ જો એ સુકાઈ, સંભાળ રાખી શકશે કોણ તારી
જગમાં ઉતારવા થાક જીવનનો, કોણ શકશે આરામ આપી
લઈ શકીશ આરામ ક્યાં જઈને, દેશે જો એ ડાળી તારી કાપી
જગ સંકળાયેલું છે પ્રભુ સાથે, જાતો ના આ સત્યને વીસરી
દિલમાં વસાવી પ્રભુને, જાજે ના જીવનમાં પ્રભુને ભૂલી
રહેશે જીવનમાં પ્રભુને સંભારી, લેશે પ્રભુ જીવનમાં તને સંભાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)