મન તું છે કેવું અદ્ભુત, છે તું તો કેવું અદ્ભુત
ના દેખાવા છતાં છે સદા હાજર તું, છે તું તો અદ્ભૂત
ઋષિવરો મથ્યા, યોગીઓ મથ્યા, આવ્યું ના કોઈના હાથમાં
રહી ના નાની પણ ઈચ્છા હૈયાંમાં, કરી ત્યાં એની તો સેવા
રાતદિવસ રહેવા ચાહતા, જીવનમાં તો જે પ્રભુના ધ્યાનમાં
દેખાડી કંઈક લીલાઓ તેં તારી, બેસી ના શક્યા એ ધ્યાનમાં
કરાવી કરાવી કાર્યો શરૂ જગમાં, અધવચ્ચે પાણીમાં બેઠું
કાર્યે કાર્યે લીલાઓ તારી નોખી, કરે બધું અણચિંતવ્યું
પડે જ્યાં દિલ ને તારા રસ્તા નોખા, જીવન તો કાબૂ ખોતું
રહે જ્યાં દિલની સાથે, જગમાં જીવન ત્યાં શોભી ઊઠતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)