લઈ લઈ જુદા જુદા તનડાં, લીધા જનમ તેં એમાં
લીધા તનડાં જેટલા, મરણ એટલા એના તેં નોતર્યા
અટક્યા ના તનડાંને જનમના આંકડા, બરોબર બંને રહ્યા
લીધા જનમ જેટલી વાર, મળ્યા મરણ તો એટલી વાર
લઈશ તનડાં જેટલા, મળશે મરણ એટલા, અટકશે ના લંગાર
તોડવા આ જનમમરણની લંગાર, તોડ તનડાં સાથેનો તાર
રહી રહી તનડાંમાં, જોડજે તું મનડાંના પ્રભુ સાથે તો તાર
તૂટશે જ્યાં તનડાં સાથેના તાર, જાશે તૂટી તનડાંના વ્યવહાર
જાગી ગયો કે રહી ગયો તનડાં સાથે પ્યાર, રહેશે ચાલુ લંગાર
છે જરૂર તનડાંને મનની, મનડાંને તનની, છે એવો એનો વ્યવહાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)