ભુલાવી દીધો એણે તો તને, છે જગતના એવા વ્યવહાર
મૂંઝવી દીધો એવો એણે મને, દીધો ભુલાવી નાતો તારો ક્ષણવાર
જાણી ના શક્યો લીલા તારી પામી ના શક્યો તને, અટવાયો વ્યવહાર
મનડું ચાહે તને, લીલા ખેંચે એને, બની ગયો એમાં તો લાચાર
ઢીલોપોચો બની ગયો જીવનમાં, ફગાવ્યા જ્યાં મક્કમતાના શણગાર
ભૂલનારને જાશે તું ભૂલી, કરશે યાદ કરનારને યાદ, છે તારો તો આચાર
યાદ કર્યા વિના તને પ્રભુ, મળશે ક્યાંથી જગમાં તારા તો સમાચાર
ભૂલ્યા તને, કરી ભૂલો ઘણી, ધરતો ના હૈયે આ ગુનાઓ લગાર
આતુર છું સાંભળવા પ્રભુ, જીવનમાં તો તારા હૈયાંના ઉદ્ગાર
જીવનમાં જો બની જાય જો તું મારો, હળવો થઈ જાશે જીવનનો ભાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)