અજબ ગજબની કહાની છે જીવનની, એ લીલા છે તારી, માડી તું છે મારી
ડગલે ને પગલે રહી છે એ સતાવતી, એ લીલા છે તારી, માડી તું છે મારી
કદી અમને હસાવતી, કદી એ રડાવતી, એ લીલા છે તારી, માડી તું છે મારી
રહી છે સદા ને સદા અમને નચાવતી, એ લીલા તો તારી, માડી તું છે મારી
કદી લાગે સમજવા તોયે ના સમજાણી, એ લીલા તો તારી, માડી તું છે મારી
આ કહેવું કોને, કાઢજે ફુરસદ સાંભળવાની, એ લીલા તો તારી, માડી તું છે મારી
લાગીએ ભલે સુખી છીએ અંતરમાં દુઃખી, એવી લીલા તો તારી, માડી તું છે મારી
ઓ પરમ કૃપાળી, ધરજે હૈયે તો વાત મારી, એવી લીલા તો તારી, માડી તું છે મારી
જેવી છે એવી છે જિંદગી, દીધેલી છે એ તારી, એવી લીલા છે તારી, માડી તું છે મારી
જે છે એ છે જગમાં, જિંદગી તો છે મૂડી તારી, એવી લીલા છે તારી, માડી તું છે મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)