ઘડયું છે માનવતન તો પ્રભુએ, નથી કોઈ અંગ એમાં નકામું
વરતાય છે એ અંગની કમી, પડે છે માનવે એ અંગ વિના ચલાવવું
દઈ જાય ખોરાક શક્તિ તો તનને, પડે છે તોયે નકામું તો ત્યજવું
પી રહ્યાં કુદરતના સૌંદર્યના પ્યાલા, આંખો વિના નથી એ સમજાતું
હૈયાંને હૈયાંની મધુરતા જગમાં, હૈયાં વિના નથી જગમાં એ સમજાતું
પ્રેમતણી તો મીઠાશ અને કોમળતા હૈયાંની, માણી શકશે તો હૈયું
માનવી ને માનવીને મળવાની મોકળાશ, પગ તો જગમાં એને દઈ રહ્યું
હૈયાંની હૈયાંને ભેટવાની ઇચ્છા તો જગમાં, હાથ પૂરું એ તો કરી રહ્યું
મન તો રહ્યું જીવનમાં જીવનના નકશા, એના વિના રહે જીવન અધૂરું
હસતા ખેલતાં વીતે જગમાં તો જીવન, ચાહી રહ્યું છે એ તો હૈયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)