મળ્યો પ્યાર જીવનમાં તો જેને જ્યાં, મળ્યું એને તો જગ સારું
ગુમાવ્યો, પ્યાર જીવનમાં જેણે, જોખમમાં જાશે મુકાઈ અસ્તિત્ત્વ તારું
દિલના ઘા તો માગે છે દવા, જલદી એ તો જગમાં મળશે નહીં
સમય ભુલાવશે ભલે, યાદ એની એને, તો જગમાં ભૂલવા દેશે નહી
પ્રેમ તો છે જગમાં દવા એવી, મફતમાં જગમાં એ તો મળશે નહીં
મળી જાય જો જગમાં એ, કિંમત ચૂકવ્યા વિના તો એ ટકશે નહીં
છે પ્રેમનું સામ્રાજ્ય એવું, નાકાબંધી કોઈની તો એમાં ચાલશે નહીં
પ્રવેશ્યા તો જ્યાં અમે બહાર એમાંથી તો કોઈ નીકળશે નહીં
હૈયે હૈયે મળશે હાટડી તો એની, માલ બીજો તો એમાં મળશે નહીં
ખરીદ્યું એને જગમાં જેણે, જગનું ભાન ભૂલ્યા વિના એ રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)