બેકરાર બનાવીને દિલને, જગમાં છુપાયા પ્રભુ તમે તો ક્યાં
નખશીખ દોડે છે તનમાં, રક્ત તારું, બન્યું મળવા બેકરાર જ્યાં
નથી જંગ આપણો બરાબરીનો, જંગ એને તો કહેવો શાને
જંગ નથી જ્યાં એ આપણો, હારજીતનો સવાલ જન્મે શાને
તરંગે તરંગો ઝીલવા હાજર છે તું, મિલન વિના હું તો રહ્યો શાને
પોકારી પોકારી પોકારવો પડે છે હર ઘડી પ્રભુ તને તો શાને
હઈશ જ્યાં પણ હું, જોતો રહેશે તો તું મને, જોવા દેજે તને તું મને
છુપાઈ છુપાઈ, ગોતવા તો તને, દઈ રહ્યો છે આમંત્રણ શાને તું મને
બેકરાર બનાવીને તો મને, પ્રભુ શાને છુપાઈ રહ્યાં છો તો તમે
ચાહતા નથી શું મિલન તમે આપણું, છુપાઈ રહ્યાં છો એથી તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)