મનની મોકળાશ મ્હાણીને, હૈયાંની મીઠાશ તું મ્હાણી લે
ના વેરઝેરમાં જાજે ડૂબી, હૈયાંને મુક્ત એમાંથી કરી લે
સુખની વ્યાખ્યાને ના વારે ઘડિયે બદલી, હૈયાંને સ્થિર કરી લે
મનને ઘુમાવીને તો ચિંતાઓમાં, ના ચિંતાઓ ઊભી કરી લે
ઇચ્છાઓ ને ઇચ્છાઓથી, મુક્ત રાખી હૈયાંને, હૈયાંની મીઠાશ મ્હાણી લે
નિરાશાઓને દેજે હાંકી હૈયાંમાંથી, મનની મોકળાશ તું મ્હાણી લે
ભરી દેજે હૈયાંને સદ્ગુણોથી, જીવવાની દૃષ્ટિ બદલી લે
અપનાવી અપનાવી સહુને મીઠાશથી, હૈયાંની મીઠાશ મ્હાણી લે
જીવન તો છે સમરાંગણ તારું, એને સમજીને તું લડી લે
મનને ના બાંધીને કોઈમાં, જીવનમાં મનની મોકળાશ મ્હાણી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)