કામણગારા મારા વ્હાલા કાનુડા નીંદ અમારી હરનારા
મનડાં ચોર્યા, દિલડા ચોર્યા, શાને બન્યા અમારી નીંદ હરનારા
ગાયોના રખવાળા, બંસરીના બજવૈયા, શાને બન્યા નીંદ હરનારા
ગોકુળ ઘેલું કરનારા, રાસના રમનારા, શાને બન્યા નીંદ હરનારા
ભક્તોને વ્હાલા ગણનારા, હૈયાંમાં વસનારા, શાને બન્યા નીંદ હરનારા
થનગન થનગન નાચનારા ને નચાવનારા, શાને બન્યા નીંદ હરનારા
પ્રેમથી વગાડી બંસરી હૈયાં જીતનારા, શાને બન્યા નીંદ હરનારા
રેલાવી હાસ્ય મીઠું, થાક હરનારા, શાને બન્યા નીંદ હરનારા
મોરપીંછ મુગટધારી, જગ ધારણ કરનારા, શાને બન્યા નીંદ હરનારા
પ્રેમના પ્યાલા પ્રેમથી તો પાનારા, શાને બન્યા નીંદ હરનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)