નાખુશ નથી ભલે હું તારાથી, ના ખુશી એને મારી સમજી લેજે
દિલની દુનિયામાં મળ્યો છે પ્રવેશ તને, નસીબ તારું એને ગણી લેજે
એકને જોયા અનેકને જાતા જોયા, આવશે વારો એકવાર તારો સમજી લેજે
દિલ મૂકીને કરી લે મહોબત મુજથી, આખર તને કામ એ તો આવશે
ક્રમ જગનો નથી બદલાયો, હૈયેથી જગનો ક્રમ બરાબર સમજી લેજે
છે કર્મો તો જ્યાં કરેલાં તારા, તારા વિના બીજું કોણ એ ભોગવશે
આવ્યો છે જગમાં માનવ બનીને, માનવતા હૈયેથી ના વિસારી દેજે
સંબંધો તારા રહ્યો બદલતો જન્મે જન્મે, છે અતૂટ સંબંધ આપણો એકબીજાનો
શાણપણ નથી જીવનમાં જ્યાં ત્યાગવામાં, એ હકીકતને તું સ્વીકારી લેજે
આપણાં તાંતણા જાગ્યા જ્યાં હૈયાંમાં, મજબૂત એને તો બનાવી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)