નાનો નાનો, વ્હાલો મારો નટખટ નટવરિયો
યમુના તીરે રાસ રચાવે, કામણગારો મારો કાનુડો
કાલિંદીના તીરે, ગોપગોપીઓની સંગે, મીઠી બંસરીનો બજવૈયો
કર્યું ગોકુળ ઘેલું, વૃંદાવન ઘેલું, જશોદાનો છેલછબીલો
રાસ રમે ને રમાડે, એ નંદકુવર જશોદાનો વ્હાલો કનૈયો
ડુબાડે સહુને પ્રેમમાં એવા, છે પ્રેમનો તો એ તરવૈયો
રાધા સંગ નિત્ય રાસ રમે, રમે એ તો શામળિયો
નાચ નચાવે, પોતે નાચે, જાણે થનગનતો મોરલિયો
ભૂલ્યો ભુલાય નહીં, હૈયાંમાંથી જાય નહીં, એ કામણગારો
ખીલે પૂનમની રાતે, જાણે રાસ રમતો ચાંદલિયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)