પ્રેમે તો પાંખો બદલી, પ્રેમે તો પાંખો બદલી
હતી ઉંડાણ એની ઘરની ઘરમહીં, વિશાળતા ભણી એ તો વળી
હતું જગ એનું ઘરને ઘરમહીં, દૃષ્ટિ કુંઠિત તો વિશાળ બની
માતપિતાના પ્રેમમાં એ ઊગી, બંધુ ભગિની ભણી તો વળી
ઉંડાણ વધતી વધતી, પતિ પત્ની સંતાનો પ્રત્યે એ વળી
વણલખેલા સ્વાર્થો સાધવા, એની આસપાસ એ તો ફરી
પામવા આસનો ઊંચા જીવનમાં, ઉંડાણ એની બદલતી રહી
સગાસંબંધીઓની આસપાસ તો, કદી એ તો રહી ફરતી
ચમકે ચમકે, દીવાની એ તો બની, ઉંડાણ એની તરફ એ બદલી
ચાહ્યું જ્યાં પ્રેમનું વળતર, સ્વાર્થમાં નિરાશ એ તો બની
અટકી ઉંડાણ એની, પ્રભુ તરફ તો જ્યાં, એ તો સ્થિર બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)