શીખ્યા ઊલટું તો જીવનમાં, જીવનમાંથી સાચું ના શીખ્યા
હૈયાંમાં અકારણ વેર જગાવતા શીખ્યા, માફી આપતા ના શીખ્યા
જીવનમાં અન્યની ઇર્ષ્યા કરતા શીખ્યા, કદર કરતા ના શીખ્યા
અવગુણોની લીલા આચરતા શીખ્યા, સદગુણો અપનાવવા ના શીખ્યા
શેખી ને બડાશ હાંકતા શીખ્યા, વાસ્તવિક્તામાં જીવતા ના શીખ્યા
લડતા ઝઘડતા જીવનમાં શીખ્યા, જીવનમાં સંપીને રહેવું ના શીખ્યા
દુઃખ લગાડતાં જીવનમાં શીખ્યા, જીવનમાં સુખે રહેવું ના શીખ્યા
જીવનમાં હૈયું બાળતા તો શીખ્યા, જીવનમાં આનંદમાં રહેતા ના શીખ્યા
ઇચ્છા વધારતા તો શીખ્યા, જીવનમાં ઇચ્છાઓ ત્યજતા ના શીખ્યા
જીવનમાં વિચલિત થાતાં શીખ્યા, સ્થિર રહેવું જીવનમાં ના શીખ્યા
વિશ્વાસ ગુમાવતા જલદી શીખ્યા, વિશ્વાસમાં તરતાં ના શીખ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)