આવ્યા જગમાં હતા જીવનમાં કેવા અમને એ ખબર નથી
દઈ નામ અમને, પુકાર્યા જ્યાં અમને, લીધું હર્ષથી અમે સ્વીકારી
કરી મહેનત નામ સાર્થક કરવા, સફળતા નિષ્ફળતાથી નિઃસ્પૃહી રહી
કર્યો ના વિચાર ગમ્યું કે ના ગમ્યું મને, લીધું બધું સ્વીકારી
સમયને સમય ગયો વીતતો, જીવનમાં નામને લીધું અંગ બનાવી
એ નામે રહ્યો ઓળખાતો, સાચી ઓળખ શક્યો ના જાણી
જાગૃત ને નિંદ્રામાં, એ નામને જીવનમાં દીધું એવું અપનાવી
પડતાં એ નામનો સાદ, લાગે તરત રહ્યું છે મને કોઈ બોલાવી
નામ તો છે ઓળખ તારી કાચી, નામ વિનાની ઓળખ તારી છે સાચી
એ નામમાં મટી જાશે નામધારી, પડશે પ્રભુને પસંદ એવી ઓળખ તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)