રહેવાતું નથી, કહેવું ના જોઈએ, પ્રભુ તોયે કહેવાય જાય છે
રાખે છે જગની સંભાળ તો તું, સંભાળ મારી પણ રાખજે
પૂછવું નથી જીવનમાં પ્રભુ તને, તોયે તને આ પૂછાઈ જાય છે
પડયો વાંધો મારા કર્મોમાં ક્યાં, ઉપાધિઓ જીવનમાં આવતી જાય છે
વીર બની વિતાવવું છે જીવન, પામરતાના પ્રદર્શન થઈ જાય છે
પાડયા નથી આંસુઓ જીવનમાં, આંસુઓ તોયે પડી જાય છે
હટાવવી છે ઇચ્છાઓ હૈયેથી, ઇચ્છાઓ તોયે જાગી જાય છે
પુરુષાર્થે પાછા પગલાં ભરવા પડયા, પ્રારબ્ધ જોર કરી જાય છે
ખીલી ના શક્યું મનડું જીવનમાં જ્યાં, સંજોગોમા ઘા જીલતું જાય છે
પ્રેમના કિનારા દૂર રહ્યાં, હૈયાંમા વેર જ્યાં સ્થાન જમાવતું જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)