ચાંપી જ્યાં કર્મોએ ભાગ્યમાં આગ, જીવન તો એમાં ભડભડ બળતું જાય
પડે પડે શાંત જરા એ તો જ્યાં, કર્મો બીજા આગ તો એ વધારી જાય
વધે જીવનમાં તો જ્યાં તાપ એના, જીવનની રાખ બનાવતી એ તો જાય
કર્મો તો રહ્યું બાળતું જીવનને, અગ્નિ બીજા વધારો એમાં કરતા જાય
વેરનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવન એમાં તો બળતું ને બળતું જાય
ઇર્ષ્યાનો અગ્નિ પ્રગટે જ્યાં હૈયે, જીવનમાં આગમાં વધારો એ કરતું જાય
ઇચ્છાનો અગ્નિ રહ્યો ના જ્યાં કાબૂમાં, જીવનને સતત એ બાળતું જાય
કામનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનને તો એ બાળતું જાય
નિરાશાનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનને તો એ બાળતું જાય
પાપનો અગ્નિ પ્રગટયો જ્યાં હૈયે, જીવનને તો એ બાળતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)