કુદરતની કરામત તો જુઓ, એક જ ધરતીના મળે રૂપો નોખ નોખા જોવા
મળશે ક્યાંક સપાટ ધરતી, મળશે ક્યાંક તો કાંકરા છવાયેલા
મળશે જોવા ક્યાંક ઊંડી ખીણો, મળશે ક્યાંક, ડુંગરોની હારમાળા જોવા
ક્યાંક હરિયાળી છવાયેલી તો મળશે, ક્યાંક કોરાપાટ તો જોવા
મળશે ક્યાંક ધસમસતી નદીઓ, મળશે ક્યાંક વહેતા ઝરમર ઝરણાં
મળશે ક્યાંક તાપથી તપતી ધરતી, ક્યાંક બરફોના બરફો છવાયેલાં
દેખાશે ક્યાંક હિંસક પ્રાણીઓના ભાર ઝીલતા, ક્યાંક કરૂણાથી ભરેલા હરણાં
એક જ ધરતીના, એક જ સમયે, મળશે જગમાં તો નોખનોખા રૂપો જોવા
કહેવું કુદરતના કયા રૂપને સાચું, જ્યાં સર્વે રૂપો તો છે એના ને એના
માનવ વસ્યો આવી કુદરતમાં, મળે છે અનેક વૃત્તિઓ જોવા રૂપો જુદ જુદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)