થઈ જાય છે, થઈ જાય છે, જાણવા છતાં એ તો થઈ જાય છે
જાણવા છતાં ચિંતાથી નથી કોઈ ફાયદા, છતાં એ તો થઈ જાય છે
નુકસાન છે ક્રોધથી, જાણવા છતાં, જીવનમાં એ તો થઈ જાય છે
ઇચ્છાઓને નાથવા નીકળ્યો જીવનમાં, જાણવા છતાં એ તો થઈ જાય છે
ઇર્ષ્યાને રાખવી છે દૂર જીવનમાં, જાણવા છતાં જીવનમાં એ તો થઈ જાય છે
વેરને રાખવું છે દૂરને દૂર હૈયેથી તો જીવનમાં, જીવનમાં એ તો થઈ જાય છે
રાખવો છે લોભને કાબૂમાં જીવનમાં, જાણવા છતાં જીવનમાં એ તો થઈ જાય છે
રાખવી છે લાલચને વશમાં તો જીવનમાં, જાણવા છતાં એ તો થઈ જાય છે
ખોટી ઉતાવળથી નથી તો કોઈ ફાયદા, જાણવા છતાં એ તો થઈ જાય છે
પ્રેમમાં આવશે તકલીફો ઘણી જીવનમાં, જાણવા છતાં એ તો થઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)