એ તો ચાલી જાય છે, ચાલી જાય છે, એ તો ચાલી જાય છે
પૂરપાટ એ તો દોડી જાય છે, ના આજુબાજુ, ના પાછળ એ જોતી જાય છે
એક ઊભું થાય છે, બીજું ગોઠવાય છે, ના દૃષ્ટિ એના પર નાંખતી જાય છે
છે મંઝિલ પર દૃષ્ટિ એની, મંઝિલને દૃષ્ટિમાં રાખી એ ચાલી જાય છે
મુકામે મુકામે રહેતી એ ઊભી, આગળને આગળ એ દોડી જાય છે
એની ચાલમાં રહેતીને રહેતી એ મસ્ત, એ તો ચાલી જાય છે
કદી ધીમી તો કદી એ તો તેજ ગતિએ, એ તો ચાલીને ચાલી જાય છે
કદી હાંફતી, કદી સીટી વગાડતી, એ સીધીને સીધી ચાલી જાય છે
ના નડે એને તાપ, ના નડે એને ઠંડી, વરસાદમાં પણ પૂરપાટ ચાલી જાય છે
કરે ના દરકાર, બેઠું છે કોણ એમાં, એની ચાલમાં એ ચાલી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)