વફાદારીના કંઈક પાઠો, પડશે શીખવા તો જીવનમાં
વિશ્વાસને વફાદાર રહેવું, પડશે શીખવું તો જીવનમાં
પ્રેમને પડશે રહેવું, વફાદાર સદા તો એ તો જીવનમાં
જાગશે સદ્વિચારો, રહેવું પડશે વફાદાર એને તો જીવનમાં
જાગી ભક્તિ હૈયાંમાં, પડશે રહેવું વફાદાર એને તો જીવનમાં
સદ્બુદ્ધિને જીવનભર રહેવું પડશે વફાદાર એને તો જીવનમાં
સાધનાપથ પર પડશે રહેવું ચાલતા, પડશે રહેવું વફાદાર એને જીવનમાં
અપનાવી સરળતા, રહેવું પડશે વફાદાર સદા એને જીવનમાં
સદ્વૃત્તિઓને પોષી પડશે રહેવું વફાદાર સદા એને જીવનમાં
વિકસાવવા સદ્ગુણોને જીવનમાં, રહેવું પડશે વફાદાર એને જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)