મન તો જ્યાં તોફાને ચડયું, સારાનરસાનું વિવેક ભૂલ્યું
ભાવોની પકડ બની ઢીલી, જ્યાં ને ત્યાં એ તો ઘસડી ગયું
જ્યાં એ તોફાને ચડયું, રચેલા સ્વપ્ન પોતાના ગયું એ તોડતું
જીવનના તોફાનમાં ના સ્થિર રહ્યું, હાલકડોલક તો એ થાતું રહ્યું
શું કરવું, શું ના કરવું જીવનમાં, એમાં એ તો મૂંઝાઈ ગયું
ના ચાલેલા, ના કલ્પેલા રસ્તા ઉપર, તો એ ચાલવા લાગ્યું
સુખદુઃખના બંધનમાં બંધાઈ, નાચ્યું અને જીવનને નચાવતું રહ્યું
સીધી સાદી વાતને સમજવા, એમાં પણ ખૂબ એ ગૂંચવાઈ ગયું
કોણ પોતાનું, કોણ પારકું, જીવનમાં ના એ નક્કી કરી શક્યું
કરવાના કામોની યાદી હતી મોટી, કરવું કયું પહેલું, નક્કી ના કરી શક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)