સંભળાયા વાગતા `મા' ના પાયલના રે ઝણકાર, છનનન છૂમ, (2)
મૃદુ મૃદુ, મુશ્કરાતા આવ્યા, ઝાંઝરીના રણકાર, વાગ્યા રૂમ ઝૂમ રૂમ ઝૂમ
વાગી ત્યાં તો હૈયાંમાં મૃદુલ ઘંટડી, ટનનન ટૂમ, ટનનન ટૂમ
મંદ મંદ વાયો શીતળ વાયુ રે ત્યાં, સનનન સૂમ, સનનન સૂમ
વાગ્યા ત્યાં તો હૈયાંમાં આનંદના ઢોલક, ઢૂમ ઢનનન ઢૂમ ઢનનન ઢૂમ
હૈયાંની સિતાર ત્યાં ઝણઝણી ઊઠી, તનનન તૂમ તનનન તૂમ
`મા' ના મંદિરની ઘંટડી તો ત્યાં વાગી, ટનનન ટૂમ ટનનન ટૂમ
પખવાજ પર પડતી ગઈ થાપીઓ ત્યાં, તા થૈ થૈ ધૂમ તા થૈ થૈ ધૂમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)