ખુશામત તો ખુદની, ખુદાને પણ પ્યારી છે, દોર પ્રાર્થનાનો એમાં લંબાવે છે
નજરમાં નથી આવતી નજર એની, ના એના રાજમાં અંધેર એ ચલાવે છે
દેખાયે ના કદી કાન તો એના, છાનામાં છાની વાત તોય સાંભળે છે
તાણે જગમાં જ્યારે દોરી એની, સહુને હાંફળાંફાંફળા એમાં બનાવે છે
કહો બંદગી એને, કહો પ્રાર્થના એને, ખુશામત એ નામે એ તો કરાવે છે
મળે દાદ કે ના મળે દાદ એમાં, ના ફરિયાદ એની એમાં એ કરાવે છે
સુખદુઃખ તો છે બંધારણ એનું જગમાં, એનાથી જગમાં સહુને સંભાળે છે
રહે છે જ્યાં સુધી સહુ જગમાં, સહુનાં ને સહુનાં કર્મોની મહેફિલ જગાવે છે
દે દાદ સહુને ખુદા એનાં કર્મોની, ચાહત સહુનાં હૈયામાં આ, એ જગાવે છે
મળતી ને મળતી રહે દાદ એમાં ખુદાની, રહેમત એને સહુ એ તો ગણાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)