મનમંદિર ને હૈયામાં, મૂક્યા કંઈક દીવડા, કંઈક પ્રગટયા, કંઈક બુઝાયા
હતી ચાહના મળે પ્રકાશ એના અંતરમાં, કંઈક પ્રગટયા, કંઈક બુઝાયા
કંઈક મંદ મંદ પ્રગટયા, મળ્યા પ્રકાશ અંતરમાં એના તો થોડા
અંતરના તોફાનમાં કંઈક ઘેરાયા, કંઈક બચ્યા એમાં, કંઈક બુઝાયા
મહેનતે મહેનતે કંઈક પ્રગટયા, કંઈક ટક્યા એમાં તો કંઈક બુઝાયા
મળ્યા પ્રકાશ જે જે દીવડાના, રસ્તા એમાં એના એણે બતાવ્યા
ભળી જ્યોત જેની તો જેમાં, મિત્ર પ્રકાશ એમાં એના તો મળ્યા
પ્રગટતા ને પ્રગટતા ગયા જ્યાં દીવડા, ગયાં મળતાં એમાં એનાં અજવાળાં
કંઈક તોફાનોમાં બચ્યા, કંઈકને પડયા બચાવવા, કંઈક પ્રગટયા, કંઈક બુઝાયા
હતી ઉમ્મીદ સર્વે દીવડાના પ્રકાશની, કંઈક પ્રગટયા, કંઈક બુઝાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)