લડવું-ઝઘડવું ગૃહસ્થીની જીવનમાં, નથી કાંઈ એમાં શોભા
ઘરઆંગણેથી પરોણા જાય ભૂખ્યા, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
મુખ મરોડી દેવા આવકાર આંગણામાં, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
કલહ-કંકાસમાં રચ્યા-પચ્યા રહેવું જીવનમાં, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
આંગણામાં આવેલાનાં કરવાં અપમાન, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
પ્રેમની પાવન જ્વાળા ભૂલી, વેરના અગ્નિ પ્રગટાવવા, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
મધુર હાસ્ય વિસારી કડવાં વેણો બોલવાં, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
બે ઘડીનો મહોબતનો છાંયડો શાને તરછોડવો, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
ચેન નથી ભલે દિલમાં અન્યને બેચેન બનાવવા, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
કારણ વિના આવેલાને શાને દબડાવવા, નથી કાંઈ ગૃહસ્થીની એમાં શોભા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)