મોતને હસતા મુખે કોઈ આવકારતું નથી, મોતના દ્વારે તો સહુ પહોંચે છે
આવ્યા જગમાં જે જે, એક દિવસ મોતના દ્વારે તો પહોંચવાના છે
આ નિયમમાંથી બાકાત કોઈ નથી, સહુ મોતના દ્વારે પહોંચવાના છે
જગના ઘાટે તો જે જે આવ્યા, મોતના દ્વારે તો પહોંચવાના છે
મળ્યું તનડું તો જગ કાજે, મોતના દ્વારે પહોંચતાં તન છોડવાના છે
રાખી કાળજી સહુએ તનડાની, વસવાટ એમાં તો જ્યાં કરવાના છે
શ્વાસે શ્વાસ સાથે બાંધ્યા સંબંધો, એક દિવસ શ્વાસ કામ ના લાગવાના છે
કર્યાં યત્નો તનડાને ટકાવવા, યત્નો એક દિવસ નિષ્ફળ તો જવાના છે
રહી રહી જગમાં સહુ તનડામાં, સુખદુઃખ એના તો અનુભવવાના છે
જે શક્તિએ ચલાવ્યું તનડું, એ જ શક્તિ દિલડા ને મનડા ચલાવવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)