ખોળે ના સુવાડે, ના માથે તો હાથ ફેરવે
એવી `મા'ની યાદ તો ક્યાંથી આવે (2)
દર્દ દિલના ના હટાવે, ના હિંમત જીવનમાં આપે
મુખ જોતાં મુખ ફેરવે, ના વાત દિલની પૂરી સાંભળે
સદા આંખ ઉપેક્ષા બતાવે, ના પ્રેમથી તો બોલાવે
એકતાના ભાવ ના જગાવે, દિલમાં ના જે સમાવે
પૂર્ણતાની પ્યાલી ના પીવરાવે, ના રાહ સાચી બતાવે
હૈયાની ચિંતા ના મિટાવે, ના મૂંઝવણ દિલથી ઘટાડે
અણીના સમયે જે ના આવે, કરે ના જે દિલની વાત
હિસાબ કર્મના જે ના ભૂલે, હિસાબ કર્મના જે ના ફેરવે
મારી `મા' ના આવું કાંઈ કરે, કદી ના રાહ એ જુએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)