હર સમય નથી કાંઈ સમય એવો, ચાહે છે સમય તો દિલ જેવો
સમય જાય છે વહેતો ને વહેતો, રોકાશે ના કોઈ કાજે, છે સમય તો એવો
સંગ સંગ સદા એ તો રહ્યો, નિઃસંગ બનીને આગળ વધતો ગયો
રોક્યો રોકાય ના સમય જ્યારે, રોકાયો ના સમય જીવનમાં ત્યારે
મળ્યું દર્દ, મળી ખુશી એ જ સમયમાં, ના સમય જીવનમાં તો રોકાયો
નથી પડયા સમયમાં ઘસારા, સમય જીવનને તો ઘસારા દેતો ગયો
સમય સમયમાં બધું લખતો ગયો, સમયની પોથી સમયમાં છોડતો ગયો
સમયના ચાહકો પણ સમયને ના સમજી શક્યા, સમય તો અગમ્ય રહ્યો
દઈ જીવન સહુને સમયમાં, ના સમય સમયમાં વધારો કર્યો
છે જગમાં એ એક તો પ્રભુ, પ્રભુ એ ચક્રથી નિયમન જગનું કરતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)