ના જગમાં કોઈ કહી શકશે, કોણ કેવું રહેશે, કેવું બનશે
હસતા મુખ પર પણ ચિંતાની રેખાઓ તો ક્યારે ફૂટશે
પ્રેમભરી નજરમાંથી પણ, આગના તણખા ક્યારે વરસશે
કિસ્મતનાં તોફાનો જીવનમાં, શાને ઊઠશે ને કેમ શમશે
દુઃખદર્દની દીવાલો જીવનમાં રચાશે, ક્યારે ને કેમ તૂટશે
મુલાકાત જીવનમાં તો કોની, કેમ અને ક્યારે એ થાશે
જીવનમાં કોને ક્યારે બને, કેમ એ જાગશે અને દડશે
જીવનમાં તો સહુ સદ્ભાવ તો, કેમ અને ક્યારે બદલાશે
દિલ કંપી ઊઠશે જીવનમાં, કેમ અને ક્યારે ના કોઈ જાણશે
જીવનમાં તો સહુ અહંમાં તો, કેમ અને ક્યારે તો સરકી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)