બળાપો હવે નકામો છે, હાથનાં કર્યાં જ્યાં હૈયે વાગ્યાં છે
લઈ લઈ અહંની આડ, જીવનને જ્યાં કર્મોથી ચીતર્યાં છે
નિર્મળ નયનો ને હૈયાને, લાલસાઓમાં જ્યાં બગાડયાં છે
શુભ ભાવો વિસારીને, લોભલાલચમાં જીવનમાં તણાયા છે
રોક્યા રસ્તા ખુદની ઇચ્છાઓએ, રસ્તા ના સમજાયા છે
હતાં પીવા પ્રેમનાં નીર જીવનમાં, નીર પ્રેમનાં તો ડહોવાયાં છે
ના ખીલી જીવનમાં લીલોતરી, કર્મોના તાપ જ્યાં તપ્યા છે
દુઃખદર્દ પડાવે ચીસો જીવનમાં, ખુદે એને તો જ્યાં નોતર્યાં છે
અનહદ ઉપકારીના ભૂલી ઉપકારો, બેહાલ જીવનના બનાવ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)