ચલાવીશ ના કિસ્મત હવે હું તારી, ઘડાયુ છે તું મારા કર્મોથી
મારી ને મારી મંઝિલ વચ્ચે વચ્ચે નહીં આવવા દઉં શરારત નહીં ચલાવી લઉં
કરવા વિચલિત મને મારી મંઝિલમાંથી, કર્યાં નિત્ય પ્રયાસો
નક્કી કર્યુ છે હવે મારા મનમાં, તારી આવી શરારત નહીં ચલાવી લઉં
લીધી નથી ગંભારતાથી શરારત તારી નહીં તૂટી જાઉં કે ડગી જાઉં
ડગી નહીં જાઉં વિશ્વાસમાં એમાં, શરારત તારી નહીં ચલાવી લઉં
કરી કાકલૂદી ઘણી તને સાથ દેવા, ના કાને તો એ ધરી
ના શરારતમાંથી બહાર તું આવ્યો, શરારત તારી નહીં ચલાવી લઉં
તારે કારણે ઝીલ્યા ઘા ઘણા, વંટોળો તો ઘણા જીવનમાં
ના હિંમતમાં એમાં તૂટી જવાનો શરારત તારી નથી ચલાવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)