સમજાવી રહી છે વાત જન્મો જનમથી, વાત કાંઈ નવી નથી
દોહરાવી રહી છે એ વાત અમને નિરાશાની અવધિ આવી નથી
ફરીએ અમે મજબૂરીના વાઘા પહેરી પહેરી, બદલી એમાં આવી નથી
સુખ કાજે રહ્યા છીએ મથતા ને મથતા રાહ એ હજી છોડી નથી
તારી કસોટીમાંથી ના પાર ઊતર્યા, શરમ એની હજી આવી નથી
વાતો કરી પ્રેમની મોટી, સાચા પ્રેમના કિનારે નાવ લાંગરી નથી
ઊઠતાં ને ઊઠતાં રહે છે તોફાનો મનમાં, હજી એ શમ્યા નથી
સદ્ગુણોને વસાવવા છે દિલમાં, અવગુણો સામે હાર્યા વિના રહ્યા નથી
અંદાજ મનના ઊંડાણના કાઢવા ક્યાંથી, ઊંડા એમાં ઊતર્યા નથી
કરવી પડે છે રોજ વિનંતી, વણઝાર વિનંતીની અટકી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)